આજથી એક વર્ષ પહેલાં મારા મોટાભાઈ, કવિ અને સાહિત્યનો ઊગતો સિતારો, લોમેવધામ ધજાળાના સેવક અમારા ગામમાજ અંગ્રેજીના શિક્ષક તરીકે ફરજ બજાવતા સાવ નાની ઉંમરે અનંત ના માર્ગે નીકળી ગયા.

તેઓ એક મોજીલું વ્યક્તિત્વ હતા, હમેશા હસતું રવું, ફ્રી સમયે હમેશા લખવું અને વાંસન કરવું, તેમને મજા આવે તેજ કરવુ, કોઈના બીજાના જીવનમાં ક્યારે દખલના દેવી નહી અને પોતોના કામમા વ્યસ્ત રેવું, મિત્રો સાથે બહાર ડીનરમાં જવું ,ફિલ્મો જોવી, ફરવા જવું વગેરે એવી તો ઘણી બધી બાબતો મારી માટે તેમનું જીવન એક પેરણા સ્વરૂપ હતા. મારી સાથે હમેશા મોટાભાઈ કરતા મીત્ર તરીકે રહેતા મારે કાઈ પણ જરૂર હોય તો પેલો ફોન તમને કરતો જયારે ધરે જાવ ત્યારે “આવો સાહેબ” કહી ને મીઠો આવકાર આપતા અને વધારે વાંચન કરવા માટે કહેતા અને હમેંઆ બુક્સ ગિફ્ટ કરતા માટે આજે તેમની બહુંજ ખોટપ વર્તાઈ છે.

તે મજબૂત મનોબળના હતા, દવા હાલતી ત્યારે એક દિવસ પણ મુજણા નોતો, મને કેતા અતિયારે રડવાથી ભેગું ના થાઈ અતિયારે હિંમત રાખીને લડવાનું અને CRC coordinator ની પરીક્ષા પાસ કરીને નોકરી સાલું કરી દીધી હતું. Ahmedavad હતા ત્યારે રોજ મને એક ફોટૉ મોકલતા અને કેતા ફુલ સારું છે કાઈ ઉપાદીના કરતો.

હમેશા એક ઉપસોસ રહે છે જાજુ સાથે રહીયા નહિ, પેલા ભણતર માટે અને પછી business માટે જુદા રહિયા.

તેમના પરમ મિત્ર પ્રવીણભાઈ ખાચરે Pravinbhai Khachar તેમનું આખું જીવન સરિત્ર (http://jayrajkhavad.in/muthi-usero-manvi-sv-jayrajbhai-kha…/) લખેલ છે. અમારી અને સાહિત્ય જગત માટે જયરાજભાઈ શુ હતા આખો લેખ વાંચીને સમજાય જશે.

વિશ્વાસ નથી આવતો ભાઈ અમારી સાથે નથી પણ જિંદગીમાં નાધારેલું હમેશા થઈ જાય છે એને તે સિવકારવું જ પડે.

તેમની વેબસાઈટ http://jayrajkhavad.in એને ફેસબુક પેજ https://m.facebook.com/pathikbyjayraj છે તમા અમે જયરાજભાઈ દ્વ્રારા લખેલ કવિતાઓ એને ગજલો પોસ્ટ કરતા રહસુ.

આભાર